અમરેલી: શાપરના પ્રગતિશીલ ખેડુતે પ્રાકૃતિક કૃષિની મદદથી ખારેકની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું

અમરેલી જિલ્લાના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂત  સંજય સુદાણીનું ખેતર. સંજયભાઈએ  7 વીધા જમીનમાં બારાહી ખારેકના 125 માદા અને 5 નર પ્લાન્ટસ સહિત 130 પ્લાન્ટસનું વાવેતર કર્યું છે.

New Update

ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યાં છે. અમરેલી જિલ્લાના શાપરના આવા જ એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે

આ છે અમરેલી જિલ્લાના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂત  સંજય સુદાણીનું ખેતર. સંજયભાઈએ  7 વીધા જમીનમાં બારાહી ખારેકના 125 માદા અને 5 નર પ્લાન્ટસ સહિત 130 પ્લાન્ટસનું વાવેતર કર્યું છે. તેમણે આ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે.
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર, દવાઓના ઉપયોગ થતો નથી, તેથી ખેતી ખર્ચ ઘટે છે. પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત ચીજવસ્તુની માગ પણ વધી રહી છે. જેથી  ખેડુતોની પણ  પ્રાકૃતિક કૃષિમાં રૂચિ વધી છે.
Latest Stories