Connect Gujarat
ગુજરાત

અમરેલી : મનોરોગી દીકરીઓએ ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના થકી ભાવનાત્મક સંદેશ વહેતો કર્યો...

ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભક્તિ બાપુ દ્વારા 115 મનોરોગી દીકરીઓ પુનઃ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા ખડેપગે થઈ ચૂકી છે.

X

પૌરાણિક ગ્રંથો કે, ઇતિહાસ જોઈએ તો ગુરુનું મહત્વ અને ગુરુનો પ્રભાવ જ જીવનને તારે છે, ત્યારે આજના યુગમાં ગુરૂપૂર્ણિમાના અવસર પર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથસણી સ્થિત માનવ મંદિરના સંત શિરોમણી ભક્તિ બાપુની મનોરોગી દીકરીઓએ ગુરુવંદના કરી ભાવનાત્મક સંદેશ વહેતો કર્યો હતો.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના હાથસણી ખાતે આવેલ પ્રસિધ્ધ માનવ મંદિર... અહીંયા સંત શિરોમણી ભક્તિ બાપુ દ્વારા મનોરોગી દીકરીઓ માટે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે. પરિવારમાંથી વિખૂટા પડેલા કે, દુનિયા જેને પાગલોના નામથી સંબોધે છે, તેવી મનોરોગી દીકરીઓ માટે પિતાતુલ્ય સેવાનો ભેખ ધારણ કરી ભક્તિ બાપુએ માનવ મંદિર આશ્રમ સ્થાપી 63 દીકરીઓની સેવા કરે છે, ત્યારે આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મનોરોગી દીકરીઓએ ભક્તિ બાપુની ગુરુ તરીકે પૂજા અર્ચના કરીને યજ્ઞ યોજ્યો હતો.

ગુરુ એટલે અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય છે, ત્યારે આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભક્તિ બાપુ દ્વારા 115 મનોરોગી દીકરીઓ પુનઃ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા ખડેપગે થઈ ચૂકી છે. તો માનવતા સાથે સાજી થયેલ દીકરીઓના લગ્ન અને નીકાહ કરાવીને એક કોમી એકતા સાથેનું માનવ મંદિર સમાજમાં એક નવો રાહ ચીંધે છે.

Next Story