અમરેલી : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ અત્યાધુનિક બિમ્સ આસ્થા હોસ્પિટલની મુલાકાત લીધી

New Update
અમરેલી : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ અત્યાધુનિક બિમ્સ આસ્થા હોસ્પિટલની મુલાકાત લીધી

કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ અમરેલીમાં અત્યાધુનિક બિમ્સ આસ્થા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

અમરેલી શહેરમાં અત્યાધુનિક બિમ્સ આસ્થા હોસ્પિટલની કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીઈ મુલાકાત લીધી હતી, ત્યારે મોટા મહાનગરોમાં દર્દીઓને મળતી સારવાર હવે અમરેલીમાં મળી રહે તેવી સુંદર વ્યવસ્થાઓ સાથેની આધુનિક હોસ્પિટલ અમરેલી જેવા શહેરમાં ઉભી થતા બન્ને નેતાઓ પ્રભાવિત થયા હતા. ડો. અશોક પરમાર દ્વારા નિર્મિત બિમ્સ આસ્થા હોસ્પિટલની મુલાકાત સમયે બન્ને નેતાઓએ પોતાના સહાધ્યાયી સાથે ગોષ્ઠી કરી હતી.

આ સાથે જ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ડો. ભરત કાનાબારના જન્મદિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરી હતી.

Latest Stories