Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજુલામાં 90 વર્ષના પિતાને પુત્રએ માર્યો માર, જુઓ "ખજુર" ભાઇએ કેવી રીતે કરી મદદ

X

અમરેલીના રાજુલા શહેરમાંથી એક આંખોની પાંપણો ભીંજાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. મફતપરા વિસ્તારમાં રહેતાં 90 વર્ષીય વૃધ્ધ ઘરની બહાર નીકળતાં ઉશ્કેરાયેલાં પુત્રએ તેમની સાથે મારપીટ કરી હતી.

દ્રશ્યોમાં તમને જે વૃધ્ધ દેખાઇ રહયાં છે તેમનું નામ છે કાનજીભાઇ, કાનજીભાઇની ઉમંર 90 વર્ષની છે અને તેઓ મફતપરા વિસ્તારમાં તેમના પુત્ર સાથે રહે છે. કાનજીભાઇના શરીર પર જે ઇજાઓ દેખાઇ રહી છે તે તેમના પુત્રની જ દેન છે. વાત એમ બની કે કાનજીભાઇ ઘરની બહાર નીકળ્યાં હતાં અને આ વાતની જાણ થતાં તેમના પુત્રએ તેમને માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ખજુરભાઇ ઉર્ફે નિતિન જાની રાજુલા પહોંચ્યાં હતાં અને અને દર્દભર્યો વિડીયો જાહેર કર્યો હતો.

હવે તમને મનમાં વિચાર આવતો હશે કે કાનજીભાઇને નિતિન જાની કેવી રીતે ઓળખે.. નિતિન જાનીએ ખજુરભાઇના નામથી ખુબ પ્રસિધ્ધિ મેળવી છે. તાજેતરમાં આવેલાં તાઉતે વાવાઝોડામાં અમરેલી જિલ્લામાં ભારે વિનાશ વેરાયો હતો. અનેક કાચા મકાનો અને ઝુંપડાઓ વાવાઝોડામાં તબાહ થઇ ગયાં હતાં.

કાનજીભાઇના મકાનનું પણ છાપરૂ ઉડી ગયું હતું. નિતિન જાનીની મદદથી તેમના ઘરનું રીનોવેશન કરાયું છે. કાનજીભાઇને તેમનો પુત્ર મારતો હોવાની જાણ થતાં નિતિન જાની રાજુલા દોડી આવ્યો હતો. નિતિન જાનીએ જાહેર કરેલા વિડીયો બાદ રાજુલા પોલીસ પણ એકશનમાં આવી છે અને આરોપી પુત્રની અટકાયત કરી લીધી છે.

Next Story