Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજ્યમાં એકમાત્ર બાબરામાં દશેરા પર્વે જય શ્રી રામ અને જય લંકેશના નારા સાથે જામે છે "રામ-રાવણ" યુદ્ધ…

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં છેલ્લાં 125 વર્ષથી વિજયાદશમીના દિવસે રામ અને રાવણના યુદ્ધનું આયોજન કરવામાં આવે છે.

X

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં વિજયાદશમીના દિવસે રામ અને રાવણનું પ્રતિકાત્મક રીતે યુદ્ધ ખેલાય છે, ત્યારે આજે દશેરાના દિવસે રામ-રાવણનું યુદ્ધ જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં છેલ્લાં 125 વર્ષથી વિજયાદશમીના દિવસે રામ અને રાવણના યુદ્ધનું આયોજન કરવામાં આવે છે. બાબરા શહેરના મહાકાળી મિત્ર મંડળ દ્વારા દર વર્ષે દશેરાના દિવસે યોજાતા રામ-રાવણના યુદ્ધને નિહાળવા લોકો દૂર દૂરથી આવી પહોચે છે. સાથે જ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ યુદ્ધની ખાસ વાત એ છે કે, રામ-રાવણના યુદ્ધ દરમ્યાન લોકો હનુમાનજીના હાથનો માર પણ હોશે હોશે ખાય છે. હનુમાનજી ગદા અને લીમડીના વાસથી બનાવેલા શસ્ત્રોથી લોકોને મારે છે. જે માર યુદ્ધ જોવા ઉમટેલા લોકો પ્રસાદીરૂપે ખાય છે. જય લંકેશ અને જય શ્રી રામના નારા સાથે યુદ્ધ જામે છે. આખરે રામ અને રાવણના યુદ્ધમાં શ્રીરામનો વિજય થાય છે. જોકે, રાજ્યમાં એકમાત્ર અમરેલીમાં છેલ્લા 125 વર્ષથી પરંપરાગત રીતે વિજયાદશમીના દિવસે રામ અને રાવણના યુદ્ધનો લોકોમાં અનેરો મહિમા છે.

Next Story