અમરેલી : ગાજવીજ સાથે વરસાદ વરસતા શેલ નદીમાં પૂર આવ્યું, ક્યાંક તો કરાં પણ પડ્યા..!

સાવરકુંડલા સહિતના પંથકના વાતાવરણમાં પલટો બપોર બાદ ભારે પવન સાથે વરસ્યો હતો વરસાદ જોરદાર વરસાદ વરસતા શેલ નદીમાં પૂર આવ્યું

New Update
અમરેલી : ગાજવીજ સાથે વરસાદ વરસતા શેલ નદીમાં પૂર આવ્યું, ક્યાંક તો કરાં પણ પડ્યા..!

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજરોજ જેઠ મહિનામાં જ અષાઢી માહોલ સર્જાયો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા.

ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેલ નદીમાં ભારે પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે તા. 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, તારે આગામી 24 કલાકમાં તાપમાનમાં 3થી 4 ડીગ્રીનો ઘટાડો થવાની પણ શક્યતા વર્તાય રહી છે. જોકે, અમરેલી જિલ્લા સહિતના પંથકમાં બપોર બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.