Connect Gujarat
ગુજરાત

અમરેલી : છેલ્લા એક માસમાં 11 સિંહોના મોતથી વન વિભાગ સહિત સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી...

સિંહનો ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસ જેવા ટૂંકા સમયમાં 11 સિહોના મોત નિપજ્યાં છે,

X

અમરેલી જિલ્લાને સિંહનો ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસ જેવા ટૂંકા સમયમાં 11 સિહોના મોત નિપજ્યાં છે, ત્યારે બગસરાના શીલાણા અને હામાપુર ગામના સીમ વિસ્તારમાં સિંહણનું એનીમીયા નામના રોગથી મોત થતાં વન વિભાગ અને સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી છે.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં ટૂંકા દિવસોમાં 11 જેટલા સિંહોના મોત જુદી જુદી રીતે થયા હોય, જેમાં ખાંભામાં 3 સિંહબાળના મોત, રાજુલાના ઊચૈયામાં ટ્રેનની અડફેટે 2 સિંહોના મોત, સાવરકુંડલામાં ટ્રેન અડફેટે 1 સિંહનું મોત, હાથસણીમાં કુવામાં પડી જતાં સિંહણનું મોત, નાગેશ્રીમાં સિંહબાળનું એનિમિયા રોગથી મોત, દલખાણિયા રેન્જમાં 12 વર્ષના સિંહનું મોત થતાં સિંહ પ્રેમીઓમાં હતાશા વ્યાપી ગઈ છે, ત્યારે સિંહ પ્રેમીઓ દ્વારા સરકાર અને વન વિભાગ વધુ જાગૃત થઇને રેલ્વે ટ્રેનની સ્પીડ અને સિંહોમાં પ્રસરેલા રોગચાળા અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં એનિમિયા નામના રોગથી 2 સિંહના મોત થયા છે, ત્યારે બગસરા સામજિક વન વિભાગના શીલાણા અને હામાપુર પંથકમાં સિંહણને એનીમીયા નામનો રોગ થયો તે બાબતને તસદી લેવામાં આવી ન હતી, અને સિંહણ મોતને ભેટી હતી, ત્યારે સિંહોના મોત બાબતે વન વિભાગનો સ્ટાફ ફેરણું નથી કરતા તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે, જ્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા વન વિભાગ દોડધામ કરતું હોવાની પ્રતીતિ વચ્ચે ફરી સિંહો પર મુસીબત મંડરાઈ રહી હોવાની દહેશત સિંહપ્રેમીઓ સાથે પર્યાવરણ વિદે વ્યક્ત કરી હતી.

Next Story