Connect Gujarat
ગુજરાત

અમરેલી : કોરોના સંક્રમણને પહોચી વળવા આરોગ્ય તંત્ર સતર્ક, હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ તૈયાર કર્યા...

અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. કોરોનાને પહોચી વળવા સિવિલ હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

X

અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. કોરોનાને પહોચી વળવા સિવિલ હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

દેશભરમાં કોરોનાએ અગાઉ હાહાકાર મચાવ્યા બાદ હવે ફરી કોરોનાએ ઊથલો માર્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોનાએ પગપેસારો કરતા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એલર્ટ થયું છે. અમરેલીમાં કુલ 51 કેસ નોંધાયા બાદ દર્દીઓને સારવાર મળતા 31 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જોકે, આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે હાલ સ્થિતિ નોર્મલ છે. લોકોને ચિંતા કરવાની કે, ડરવાની જરૂર નથી. પરંતુ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને લોકોએ માસ્ક પેહરવું અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ તેવી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. અમરેલી સિવિલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન સહિતની સુવિધાઓ સાથે કોવિડ વોર્ડ તૈયાર કરી દેવાય છે. હાલમાં વેક્સિનેશન પણ ચાલુ છે, જે લોકો બાકી રહી ગયા હોય તેઓ વેક્સિન લઈ શકે છે, જ્યારે હાલ વરસાદી માહોલના કારણે વાયરલ કેસ વધ્યા હોય શકે તેવું અમરેલી જિલ્લાના સિવિલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું.

અમરેલી જિલ્લા નાયબ આરોગ્ય અધિકારી આર.એમ.જોષીના જણાવ્યા અનુસાર, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલાની હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિત તમામ સુવિધાઓ છે, જેથી કોઈ મુશ્કેલી નથી, તેમજ કોરોનાના વધતા કેસોને લઈને અમરેલી શાંતા-બા જનરલ હોસ્પિટલમાં સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. હાલ વરસાદી માહોલ છે, જેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કારણે કેસ વધ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે, ત્યારે હાલ તો અમરેલી વાસીઓએ કાળજી રાખવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story