Connect Gujarat
ગુજરાત

અમરેલી : બાબરા પાલિકાના મહિલા સભ્યના પતિ આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપનો કારોબાર કરતાં ચકચાર

આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપનો જથ્થો મુકી રાખ્યો હોવાની બાબરા પોલીસને બાતમી મળી હતી

X

આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપનો કારોબાર

બાબરા પાલિકાના મહિલા સભ્યના પતિ વિરુદ્ધ કાર્યવાહી

બાબરા પોલીસે રૂ. 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમરેલી જિલ્લાના બાબરા નગરપાલિકાના મહિલા સભ્યના પતિ આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપનો કારોબાર કરતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના બાબરા નગરપાલિકાના મહિલા સભ્યના પતિએ મકાન અને દુકાનમાં આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપનો જથ્થો મુકી રાખ્યો હોવાની બાબરા પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે સ્થળ પર જઈ દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

75 જેટલી પેટીમાં 3 હજાર નશાયુક્ત સીરપની બોટલ મળી રૂ. 4.50 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જોકે, બાબરા નગરપાલિકાના વોર્ડ નં. 1ના ભાજપના મહિલા સભ્યના પતિ મૂળશંકર તેરૈયા પાસેથી અગાઉ પણ રૂ. 60 લાખનો આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે હવે ફરી એકવાર ખુલ્લેઆમ વેચાતી આયુર્વેદિક સિરપનો જથ્થો મૂળશંકર તેરૈયાના મકાન અને ગોડાઉનમાંથી મળી આવતા પોલીસે સીરપનું સેમ્પલ મેળવી પૃથ્થકરણ અર્થે FSLમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story