Connect Gujarat
ગુજરાત

અમરેલી : 5 વર્ષીય બાળકી પર હુમલો કરનાર સિંહને વન વિભાગે ટેન્ક્યુલાઈઝરથી બેભાન કરી પાંજરે પુર્યો…

સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે 5 વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નીપજ્યું હતું

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે 5 વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ સિંહને પાંજરે પુરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે સિંહ અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે, અને ક્યારેક માનવ પર હુમલો પણ કરી બેસે છે. આવી જ એક ઘટના સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામમાં બની છે. ખેતરમાં કામ કરી રહેલા એક પરિવારની 5 વર્ષીય બાળકી કુંજલ ગુજરિયાને ઉઠાવીને સિંહ ઝાડીઓમાં ઘૂસી ગયો હતો. બનાવની જાણ સાવરકુંડલા રેન્જના વન વિભાગને થતા તાત્કાલીક ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી, જ્યાં વન વિભાગની ટીમે બાળકીને સિંહની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. પરંતુ, ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ સિંહ વધુ કોઈ વ્યક્તિ પર હુમલો કરે તે પહેલાં જ વન વિભાગની ટીમે સિંહને બેભાન કરી પાંજરે પૂર્યો હતો. વન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સિંહને કોર્ડન કરી ટેન્ક્યુલાઈઝરથી બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો હતો. જોકે, સિંહ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story