અમરેલી : હાથે અવનવી મહેંદી ભાત મુકાવી યુવતીઓએ કરી લોકોને અવશ્ય મતદાન કરવાની અપીલ...

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંગણવાડી કેન્દ્રો... તહેવારો ટાણે મહિલાઓ હાથમાં મહેંદી મુકીને શુભ પ્રસંગો વધાવતી હોય છે

અમરેલી : હાથે અવનવી મહેંદી ભાત મુકાવી યુવતીઓએ કરી લોકોને અવશ્ય મતદાન કરવાની અપીલ...
New Update

લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત સરકાર દ્વારા મતદાન જાગૃતિ અભિયાનને વધુ તેજ બનાવવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં વિવિધ સૂત્રો સાથે અવનવી મહેંદી ભાત મુકવાની અનોખી રીતે મતદાન વધારવાની જુંબેશના અધ્યાય આરંભ કરવામાં આવ્યો છે.

આ છે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંગણવાડી કેન્દ્રો... તહેવારો ટાણે મહિલાઓ હાથમાં મહેંદી મુકીને શુભ પ્રસંગો વધાવતી હોય છે, ત્યારે દેશનો લોકશાહીનો સૌથી મોટા પર્વ મતદાનને વધાવવા અને લોકો વધુને વધુ મતદાન કરે તે માટે આંગણવાડી કેન્દ્રો ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે તેવી અપીલ કરવામાં આવી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલાઓએ મતદાન જાગૃત્તિ માટે ‘વોટ ફોર ઇન્ડિયા’, ‘7 મે, 2024 – મતદાન કરીએ’, ‘ભારત દેશનો મહા તહેવાર’, મતદાન કરો’, ‘મેરા મત, મેરા અધિકાર’, ‘મતદાન મેરા અધિકાર, વોટ પ્લીઝ’, ‘ મતદાન-દેશ કા મહાન ત્યૌહાર’ જેવા વિવિધ સૂત્રોને અવનવી મહેંદી ભાત મુકાવીને મહિલાઓએ અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ પૂરો પાડ્યો હતો. અમરેલી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મતદાન માટે મહેંદી મુકવાની સ્પર્ધા યોજાય હતી. જેમાં મહિલાઓ અને યુવતીઓએ મતદાન કરતી મહેંદી મુકાવી મતદારોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી.

#CGNews #vote #લોકસભા #લોકસભા ચૂંટણી #appealed #hands #fancy mehndi #young women #Gujarat #Amreli
Here are a few more articles:
Read the Next Article