અમુલ દ્વારા દુધના ભાવમાં ત્રણ રૂ. સુધીનો તોતિંગ ભાવ વધારો કરાયો, ગુજરાતમાં લાગુ નહીં પડે !

અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે પરંતુ આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં પડે

અમુલ દ્વારા દુધના ભાવમાં ત્રણ રૂ. સુધીનો તોતિંગ ભાવ વધારો કરાયો, ગુજરાતમાં લાગુ નહીં પડે !
New Update

અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે પરંતુ આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં પડે

કમ્મરતોડ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે આજે વધુ એક માઠા નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો છે. બજેટ બાદ તરત જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત કો-ઓપરિટેવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રતિ લિટર દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવાઈની વાત એ છે કે અમુલે 2 ફેબ્રુઆરીની રાત્રે જ આ જાહેરાત કરી અને આજે એટલે 3 ફેબ્રુઆરીથી જ ભાવ વધારો લાગુ કરી દીધો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગૂ નહીં પડે પણ બીજા રાજ્યોમાં અને ખાસ કરીને દિલ્હી, મુંબઈ, પૂના જેવા મોટા શહેરોમાં લાગૂ પડશે તેમ અમુલના એમ.ડી. જયંત મહેતાએ જણાવ્યું હતું.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Anand #increased #Amul Dairy #milk prices #not apply #Hike Rate
Here are a few more articles:
Read the Next Article