કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
New Update

કચ્છની ધરતી પર ભૂકંપના આંચકા આજે પણ યથાવત રહેવા પામ્યા હતા. આજે ફરી એક વખત દુધઈ નજીક 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમવા ફફડાટ ફેલાયો હતો. બીજી બાજુ કચ્છમાં હજુ ગઇકાલે દુધઇ પાસે 2.08ની તીવ્રતાનો હળવો ધરતીકંપનો આંચકો આવ્યા બાદ આજે ફરી આ જ વિસ્તારમાં સાંજે 7:52 કલાકે 4.01ની માત્રામાં ભૂકંપનો આંચકો નોંધાયો લોકો ઘર છોડી બહાર નીકળી ગયા હતાં.

ટૂંકાગાળામાં વધુ તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ દુધઇથી 29 કિલોમીટર દૂર રહ્યું હતું.

#Kutch #earthquake #Richter scale #registering
Here are a few more articles:
Read the Next Article