Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોએ યોગ દિવસ મનાવાયો, ઠેર ઠેર અલગ અલગ રીતે ઉજવણી કરાઇ

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે સમગ્ર દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.

X

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે સમગ્ર દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં અલગ-અલગ 27 જેટલા સ્થળોએ મોટાપાયે યોગ કરવામાં આવ્યા હતા.

આજે 21 જૂન એટલે આઠમા વિશ્વ યોગ દિવસની વિશ્વ ભરમાં શાનદાર ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના સમુદ્ર તટે યોગ દિવસની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.યોગચાર્ય પદ્મશ્રી ડો.ભારત ભૂષણ પ્રતિષ્ઠા દ્વારા યોગ અભ્યાસ કરવવામાં આવ્યો હતો. સોમનાથ ખાતેના યોગ નિદર્શન કાર્યક્રમમાં રાજ્યમંત્રી દેવા માલમ સહિત જિલ્લાના અધિકારી ઓ પદાધિકારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

કોરોનાકાળના 2 વર્ષ પછી સુરત શહેરમાં આજે વરસાદી માહોલ પણ વચ્ચે યોગ દિવસની મોટાપાયે ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં 50થી વધુ સ્થળોએ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં શહેરની 60થી વધુ સંસ્થા પણ જોડાઈ હતી. સુરત મહાનગર પાલિકાનો મુખ્ય કાર્યક્રમ સુરત એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજવામાં આવ્યો હતો.મેયર હેમાલી બોઘાવાલાની ઉપસ્થિતિ વચ્ચે બહોળી સંખ્યામાં લોકો અને અધિકારીઓએ પદાધિકારીઓ જોડાયા હતા.

તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ જિલ્લા પોલીસ કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય અન્ન પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જામનગર શહેરના ક્રિકેટ બંગલો ખાતે જિલ્લા કક્ષાના "૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ની ઉજવણી રાજ્યમંત્રી બ્રિજેશ મેરાજાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી તેમજ જામનગર જિલ્લામાં અંદાજે ૪ લાખ જેટલા લોકોએ વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

Next Story