ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ

New Update
સીએમ 1

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણયો લેવાયા છે.

મંત્રીમંડળની બેઠક પછી રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી કે, 2005 પહેલાં ફિક્સ પગારમાં નિમણૂક મેળવેલા 60,245 જેટલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.

ગુજરાતના કર્મચારીઓ દ્વારા વિતરણ અને પેન્શન સંબંધિત પ્રશ્નોને ઉકેલવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. 1 એપ્રિલ 2005ની પેન્શન યોજનાના અમલ પહેલાં ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓએ સરકારની સામે પોતાની સમસ્યાઓ રજુ કરી હતી. આ કર્મચારીઓની નિયમિત નિમણૂક 1 એપ્રિલ 2005 પછી થઈ હતી, જેની પ્રક્રિયા પહેલા શરૂ થઈ હતી.

Latest Stories