Connect Gujarat
ગુજરાત

આણંદ: અમુલના MD આર.એસ.સોઢીએ આપ્યું રાજીનામું, નવા MD તરીકે આ મહાનુભાવની નિમણુક !

X

અમુલના MD પદેથી આર.એસ.સોઢીનું રાજીનામું

નવા MD તરીકે જયેન મહેતાની નિમણુક

સહકારી ક્ષેત્રમાં હલચલ

અમુલના MD પદેથી આર.એસ.સોઢીએ રાજીનામું આપ્યું છે.હવે નવા MD તરીકે જયેન મહેતાની નિમણૂક કરવામાં આવી છે.

અમુલના MD પદેથી આર.એસ.સોઢીએ રાજીનામું આપ્યું છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના આર.એસ.સોઢીએ અમૂલના MD પદેથી રાજીનામું આપી દીધું છે. હવે નવા MD તરીકે જયેન મહેતાની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ જણાવ્યુ હતું કે હું છેલ્લા 12 વર્ષથી MD હતો, જેમાં છેલ્લા બે વર્ષથી એક્સટેન્શન પર હતો. પરંતુ હવે મેં એમ.ડી.પદેથી રાજીનામું આપી દીધું છે.MD તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે એટલે કે, જૂન 2010માં અમૂલનું ટર્ન ઓવર 8000 કરોડ હતું. જે હાલ વધીને 61000 હજાર કરોડ થઈ ગયું છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જયેન મેહતાની ફેબ્રુઆરી 2022માં નિમણૂક થઈ હતી. એમડી પછી સીઓઓની પોસ્ટ બીજા નંબર પર આવે છે. જોકે હવે આર.એસ. સોઢીના રાજીનામા પછી જયેન મહેતાને એમડી તરીકેનો ચાર્જ સોંપાયો છે.

Next Story