Connect Gujarat
ગુજરાત

આણંદ:બોરસદ ચોકડી પાસે રૂપિયા ૬૦.૫૧ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજનું નિર્માણ, ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત

રાજ્ય સરકાર વિકાસને વેગ આપી રહી છે તેના ભાગરૂપે આણંદ-બોરસદ ચોકડી ખાતે નવો ફલાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે

આણંદ:બોરસદ ચોકડી પાસે રૂપિયા ૬૦.૫૧ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજનું નિર્માણ, ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત
X

આણંદ-બોરસદ ચોકડી ખાતે રૂપિયા 60.51 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજ અને આણંદ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 234.38 લાખના ખર્ચે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું રાજ્યના આરોગ્ય અને કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર વિકાસને વેગ આપી રહી છે તેના ભાગરૂપે આણંદ-બોરસદ ચોકડી ખાતે નવો ફલાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા મંત્રી ઋષિકેશ પટેલ પ્રાસંગિક પ્રવચનમાં આણંદના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મૂક્તિ મળે તે માટે નિર્માણ કરવામાં આવેલા રેલવે બ્રિજનું ઈ-લોકાર્પણ કરી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે આ ફ્લાયઓવર રેલવે બ્રિજ નિર્માણના કારણે આણંદના શહેરીજનોની વર્ષો જુની સમસ્યાનો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું.

Next Story