Connect Gujarat
ગુજરાત

આણંદ : લક્ષ્મીપુરા શાળામાં પ્લાસ્ટિકના ચાઇનીઝ ચોખા ફાળવ્યા હોવાનો આક્ષેપ, ગ્રામજનોએ મચાવ્યો હોબાળો

લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં વાલીઓનો હોબાળો, મધ્યાહન ભોજનના ચોખા ચાઈનીઝ હોવાનો આક્ષેપ.

X

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ-લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ફાળવવામાં આવેલ ચોખામાં ચાઇનીઝ પ્લાસ્ટીક ચોખાની ભેળસેળ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સોજીત્રા તાલુકાની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ ફાળવવામાં આવેલ ચોખામાં ચાઇનીઝ પ્લાસ્ટીક ચોખાની ભેળસેળ હોવાની બૂમો ઉઠી છે. શાળામાં આપવામાં આવતા પ્લાસ્ટિક અને પીળાશ પડતાં કડક ચવાય નહીં તેવા ચોખા હતા. જેની જાણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને થતાં શાળામાંથી આપવામાં આવેલા ચોખાની ચકાસણી કરવામાં આવી હતી.

જોકે, લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે પ્લાસ્ટિકના ચોખા હોવાનો વિડીયો વાયરલ થતાં જ વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા. જ્યાં હલકી ગુણવતાના અનાજમાંથી ભોજન તૈયાર કરીને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલાની જાણ પુરવઠા વિભાગને થતાં ઇન્ચાર્જ મામલતદાર સહિતનો કાફલો શાળાએ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story