/connect-gujarat/media/post_banners/bd722c22ef37cb1cf93343981f26c6e4966e3f425cb7556181c8ac1311e1e307.jpg)
આણંદ કૃષિ યુનીવર્સીટી ખાતે આયોજીત ત્રિદિવસીય એગ્રો ફુડ પ્રોસેસીંગ પ્રીવાયબ્રંટ સમીટનો આજથી પ્રારંભ કરાયો હતો, આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતમાં કૃષિ અને મત્યોદ્યોગ ક્ષેત્રે જુદી જુદી દસ કંપનીઓએ એમઓયુ કર્યા હતા. સમીટમાં આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પ્રાકૃતિક ખેતી પર ભાર મુકતા પ્રવચનો આપ્યા હતા, ઉદધાટન સમારોહ બાદ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પ્રાકૃતિક ખેતી પ્રદર્શનને ખુલ્લું મુકી વિવિધ સ્ટોલ પર જઈને તેઓએ પ્રોડકટ અંગે વિસ્તૃત માહીતી મેળવી હતી. આ સમીટમાં દેશભરમાંથી કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ ક્ષેત્રનાં નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા છે. ત્રિદિવસીય પ્રી વાયબ્રન્ટ સમીટનાં અંતિમ દિવસે ગુરૂવારે અમૂલ ડેરી ખાતે સરદાર પટેલ હોલમાં નેશનલ કોંકલેવ ફોર નેચર ફાર્મીંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ માધ્યમથી સંબોધન કરશે. જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ ઉપસ્થિત રહેશે.