Connect Gujarat
ગુજરાત

આણંદ : ચિખોદરા ગામના તપસ્વી શિક્ષકની "તપસ્યા", છેલ્લા 2 વર્ષથી છેવાડાના બાળકો માટે નિઃશુલ્ક શિક્ષણની સેવા

આજે શિક્ષક દિન છે, ત્યારે આજના દિવસે આપણે એક એવા શિક્ષકની વાત કરીશું, જેમણે છેલ્લા 2 દાયકાથી ગરીબ બાળકોમાં શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખી છે.

X

આજે શિક્ષક દિન છે, ત્યારે આજના દિવસે આપણે એક એવા શિક્ષકની વાત કરીશું, જેમણે છેલ્લા 2 દાયકાથી ગરીબ બાળકોમાં શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખી છે. આણંદ જિલ્લાના ચિખોદરા ગામના શિક્ષક નીતિનકુમાર પ્રજાપતિ છેલ્લા 20 વર્ષથી ગ્રામ્ય વિસ્તાર અને ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રાકૃતિક વાતાવરણમાં બાળકોને શિક્ષિત કરવાનું ઉમદા કામ કરી રહ્યા છે.

શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચિ વધારવા માટે ભાર વિનાનું ભણતર અને જ્ઞાન સાથે ગમ્મતની અનોખી સર્જનાત્મકતાથી આ શિક્ષક બાળકોને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જેવી ભાષાઓનું જ્ઞાન આપે છે. આ માટે તેમણે 351 પેજમાં હાથથી 1008 આકૃતિઓ તૈયાર કરી છે. એટલું જ નહીં, પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બ્રેઈલ લીપીથી ફલેશ કાર્ડસ પણ બનાવ્યા છે. "શિક્ષક કભી સાધારણ નહી હોતા" સૂત્રને સાર્થક કરતા આ તપસ્વી શિક્ષકે સમાજમાં છેવાડાના અને પછાત વિસ્તારોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણની સેવા આપી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

Next Story