Connect Gujarat
ગુજરાત

આણંદ : વાસદ ખાતે વિના મુલ્યે મેડીકલ કેમ્પ, સાંસદે ઉજવ્યો વડાપ્રધાનનો જન્મદિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ, વાસદ ખાતે યોજવામાં આવ્યો મેડીકલ કેમ્પ.

X

ભાજપના નેતાઓ અને કાર્યકરો અનેકવિધ રીતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી રહયાં છે ત્યારે આણંદના સાંસદ મિતેશ પટેલ તરફથી વાસદ ખાતે મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી માટે ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. આણંદના સાંસદ મિતેશ પટેલે વાસદ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે. નિષ્ણાંત તબીબોએ લોકોના સ્વાસ્થયની ચકાસણી કરી જરૂરી નિદાન કર્યું હતું.

જરૂરીયાતમંદ દર્દીઓને વધારે સારવાર માટેની પણ સુવિધા રાખવામાં આવી છે. રાજય તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો મહત્તમ લોકોને લાભ મળે તે માટે સાંસદના કાર્યાલય ખાતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story