Connect Gujarat
ગુજરાત

અરબી સમુદ્રમાં ડૂબી ગયેલ પ્રાચીન દ્વારકા નગરી હવે લોકોને જોવા મળશે, સબમરીન સેવા શરૂ કરવા ગુજરાત સરકારની યોજના

દ્વારકા એ જ શહેર છે, જ્યાં ભગવાન કૃષ્ણએ શાસન કર્યું હતું. તો બીજી તરફ, પ્રસ્તાવિત સબમરીન સેવાના સમાચારથી લોકોમાં ખુશી અને ઉત્સુકતાનો માહોલ જોવા મળ્યો

X

અરબી સમુદ્રમાં સબમરીન સેવા શરૂ કરવાનું આયોજન

સમુદ્રમાં ડૂબી ગયેલ દ્વારકા નગરી લોકોને જોવા મળશે

ગુજરાત સરકારની સબમરીન સેવા શરૂ કરવાની યોજના

24 મુસાફરોને લઇ જવાની સબમરીનમાં રહેશે ક્ષમતા

પ્રસ્તાવિત સબમરીન સેવાના સમાચારથી લોકોમાં ખુશી

અરબી સમુદ્રમાં ડૂબેલા પ્રાચીન શહેર દ્વારકાને સામાન્ય લોકોને બતાવવા સબમરીન સેવા શરૂ કરવાની ગુજરાત સરકાર યોજના બનાવી રહી છે. આ માટે રાજ્ય સરકારે મુંબઈમાં જાહેર ક્ષેત્રની શિપબિલ્ડિંગ કંપની મઝાગોન ડોક સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ નવી પહેલ વાઇબ્રન્ટ ગુજરાતનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં પ્રવાસનને વેગ આપવાનો છે. ઘણા લોકો માને છે કે, પ્રાચીન દ્વારકા એ જ શહેર છે, જ્યાં ભગવાન કૃષ્ણએ શાસન કર્યું હતું. તો બીજી તરફ, પ્રસ્તાવિત સબમરીન સેવાના સમાચારથી લોકોમાં ખુશી અને ઉત્સુકતાનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાત સરકારની આ સેવામાં 2 પાઇલોટ, 2 ડાઇવર્સ, એક ટેકનિશિયન અને પ્રવાસ માટે એક માર્ગદર્શક સાથે 24 મુસાફરોને લઇ જવાની સબમરીનમાં ક્ષમતા હશે. આ સબમરીન અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જશે, જ્યાંથી લોકો માત્ર ખંડેર જ નહીં પણ સમુદ્રમાં ડૂબી ગયેલ પ્રાચીન દ્વારકા નગરીને પણ જોઈ શકશે.

Next Story