/connect-gujarat/media/post_banners/c81caafe13581a0b487aa47403c411e3de8aac288cc1c2aad5aafffed4d59c32.webp)
અમદાવાદ શહેરના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરબા મહોત્સવમાં સ્પર્ઘામાં ડાંગ જિલ્લાએ ભાગ લઇ પ્રથમ નોરતે પ્રથમ કૃતિ પ્રાચીન ગરબા રજૂ કર્યા હતા.
રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ આયોજીત, ડાંગ જિલ્લા રમતગમત કચેરી સંચાલિત રાસ ગરબા મહોત્સવમાં ડાંગ જિલ્લા પ્રથમ વિજેતા ગર્લ્સ લીટર્સી રેસી. સ્કૂલ, સાપુતારા, તારીખ 27 સપ્ટેમ્બર થી4 ઓક્ટોબર દરમિયાન રાજ્યકક્ષાના રાસ ગરબા સ્પર્ધામાં અમદાવાદ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સ્પર્ઘામાં ડાંગ જિલ્લાએ ભાગ લઇ પ્રથમ નોરતે પ્રથમ કૃતિ પ્રાચીન ગરબા રજૂ કર્યા હતા. આ પ્રાચીન ગરબામા શાળાની 14 બહેનો અને 3 સહાયક મળીને કુલ 17ની બહેનોની ટીમે શાળાના શિક્ષિકા હર્ષના બિરારી તેમજ શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. રાજ્ય કક્ષાના કાર્યક્રમમા ભાગ લેનાર કન્યા અને શિક્ષિકાને ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારાએ અભિનંદન પાઠવ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/07/26/valsad-tree-collaps-2025-07-26-18-33-13.jpeg)