મધ્યાહન ભોજનના સડેલા અનાજનો મામલો
સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનું વિતરણ
ચણા અને ચોખાનો જથ્થો નીકળ્યો સડેલો
સસ્તા અનાજની દુકાનદારોમાં રોષ
અનાજનો જથ્થો બદલાવ કરી માંગ
પંચમહાલ જિલ્લાના કાલોલમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ કરવામાં આવેલો અનાજનો જથ્થો સડેલો નીકળ્યો હતો.મધ્યાહન ભોજન માટેના ચણા અને ચોખાના જથ્થામાં જીવાત હોવાની ફરિયાદ વેપારીઓએ કરી હતી.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમાં મધ્યાહન ભોજન માટેનો ચણા અને ચોખાનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો.જેમાં પીંગળી,રતનપુરા,કરોલી સહિતની ચાર સસ્તા અનાજની દુકાનોમાં મધ્યાહન ભોજનનો ચણા અને ચોખાનો જથ્થો સડેલો નીકળ્યો હતો.
પીંગળી ગામના મધ્યાહન ભોજનના સંચાલક અનાજનો જથ્થો લેવા માટે ગયા ત્યારે ચણા અને ચોખાના કટ્ટા ચેક કરતા સડેલા અને જીવાત વાળા જોવા મળ્યા હતા.અને સરકારી દુકાનમાં આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનાના 6 કટ્ટા ચણા અને 16 કટ્ટા ચોખા અખાધ જોવા મળતા સંચાલકે જથ્થો લીધો ન હતો અને જથ્થો બદલવાની માંગ કરી હતી.અને અનાજનો જથ્થો સપ્લાય કરતી એજન્સી સામે કાર્યવાહી અંગેની દુકાનદારોએ માંગ કરી હતી.