અંકલેશ્વર : જીતાલી ગામની સ્ટાર લેક સીટી સોસાયટીમાંથી 4 જુગારીયા ઝડપાયા

ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 48 હજાર 40 હજારના 4 નંગ મોબાઈલ અને રૂ. 4 લાખની કાર મળી કુલ રૂપિયા 4 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય જુગારીયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

New Update
જીતાલી ગામમાં જુગારીયો ઝડપાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સ્ટાર લેક સીટી સોસાયટીના એક મકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે જુગાર રમતા 4 જુગારીયાઓને ઝડપી પાડી રોકડ રકમમોબાઈલ ફોન અને એક કાર મળી રૂપિયા 4 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતીતે દરમ્યાન જીતાલી ગામની સ્ટાર લેક સીટી સોસાયટીના મકાન નંબર 21 માં જુગાર રમાય રહ્યો હોવાની માહિતી મળી હતી.

જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા જુગાર રમતા જહૂર માલવાણી શેખજ્ઞાનચંદ શિવપૂજન સોની અનેશશીકાન્ત મુક્તિ મંડલ તેમજ અજય સદાનંદ ધુમાડને ઝડપી લીધા હતા. ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 48 હજાર 40 હજારના 4 નંગ મોબાઈલ અને રૂ. 4 લાખની કાર મળી કુલ રૂપિયા 4 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય જુગારીયાઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.