અંકલેશ્વર: અકસ્માત થયો હોવાનું બહાનું બનાવી કારમાંથી રૂ.9 લાખ ભરેલ બેગની ચોરી, પોલીસ થઈ દોડતી

અંકલેશ્વર ખાતે આજે સમી સાંજે એક કાર ચાલકે સાથે અકસ્માત કેમ કર્યો તેમ જણાવી બે બાઈક સવારો પૈકી એકે રૂ. લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરી

New Update
અંકલેશ્વર: અકસ્માત થયો હોવાનું બહાનું બનાવી કારમાંથી રૂ.9 લાખ ભરેલ બેગની ચોરી, પોલીસ થઈ દોડતી

અંકલેશ્વર ખાતે આજે સમી સાંજે એક કાર ચાલકે સાથે અકસ્માત કેમ કર્યો તેમ જણાવી બે બાઈક સવારો પૈકી એકે રૂ. લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરી નાખી હતી. અંકલેશ્વર પંથકમાં આ પ્રકારની ચીલ ઝડપના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને સામે પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે.

અંકલેશ્વર પંથક ચીલ ઝડપ કરનારાઓ માટે મોકળા મેદાન સમાન સાબિત થઇ રહ્યું છે. આજરોજ સામી સાંજે એક કાર ચાલક રાજેશભાઈ ગોઠીને આંતરી તેને વાતોમાં ભેરવી કારની સીટ પર પડેલ રૂ. 9 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરી બે ઈસમો ફરાર થઇ ગયા હતા. મળતી વિગતો અનુસાર અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ ડી.સી.બી. બેન્કમાંથી રૂ 9 લાખ ઉપાડી ફરિયાદી બ્રીઝા કાર નંબર જીજે 16 સીએન 5180 લઈને સિલ્વર પ્લાઝા ખાતે આંગડિયા પેઢીમાં પૈસા આપવા ગયો હતો પરંતુ આંગડિયા પેઢી બંધ હોવાથી તે પૈસા લઇ રાજપીપલા ચોકડી થઇ જીતાલી જકાતનાકા પાસે કાર સ્પાની સામે પહોંચ્યો હતો જ્યાં બાઈક ઉપર આવેલ બે ઈસમોએ કાર ઉભી રખાવી હતી અને એક મોટરસાયકલ સવારે વાતોમાં ભેરવ્યો હતો અને કેમ અકસ્માત કર્યો તેમ જણાવ્યુ હતું દરમિયાન બીજો બાઈક સવાર કારમાં પડેલ રૂ. 9 લાખ ભરેલ બેગ ઉપાડી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ફરિયાદીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. અને પોલીસે નાકાબંધી કરી તેમજ સીસીટીવીના આધારે બાઈક સવારોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories