અંકલેશ્વર: ઉદ્યોગ મંડળની ચૂંટણી વચ્ચે બેનર યુદ્ધ જોવા મળ્યું, પ્રજાને લગતા પ્રશ્નો અંગે બેનર લગાવાયા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વચ્ચે નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશને સ્થાનિક રહેણાંક વિસ્તારના પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોને લઇ ઠેર ઠેર પોસ્ટરો મારી ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવી દીધો છે.

New Update


અંકલેશ્વર ઉદ્યોગ મંડળની યોજાશે ચૂંટણી
ચૂંટણીના માહોલ લાગ્યા બેનર
પ્રજાને લગતા પ્રશ્નો અંગે બેનર લાગ્યા
નોટીફાઇડ હાઉસિંગ એશો.દ્વારા બેનર લગાવાયા
રહેણાંક વિસ્તારને પ્રતિનિધિત્વ આપવા માંગ
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વચ્ચે નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશને સ્થાનિક રહેણાંક વિસ્તારના પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોને લઇ ઠેર ઠેર પોસ્ટરો મારી ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવી દીધો છે.
૨૯ જુનના રોજ અંકલેશ્વર ઈંડસ્ટ્રીઝ એસોસિએશનની ચુંટણી યોજાનાર છે. આ વર્ષે બંને હરીફ પેનલોએ પ્રચારને વેગવંતો બનાવી દીધો છે. બંને પેનલો વચ્ચે તીવ્ર રસાક્સી જોવા મળી રહી છે ત્યારે બળતા ઘરમાં તેલ ઉમેરાય તેમ અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર લોકહિતના પ્રશ્નો સંબંધિત બેનરો ઉભા કરી ચુંટણીના માહોલને વધુ ગરમ બનાવી દીધો છે.એક તરફ સત્તારૂઢ સહયોગ પેનલ અને સામે પક્ષે વિકાસ પેનલના ઉમેદવારોએ ઉદ્યોગ મતદારોને રિઝવવા એડી ચોટીનુ જોર લગાડ્યુ છે ત્યારે હાઉસિંગ એસોસિએશને બેનરો માંડી રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો ઉભા કરી બંને પેનલોના મોભીઓને અધવચ્ચે પ્રચારમાં નવેસરથી રણનીતિ બનાવવા મજબુર કરી દીધા છે.અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયાએ નોટિફાઈડ રહેણાંક વિસ્તારને પ્રતિનિધિત્વ આપવાની જોરશોરથી માંગ કરી હતી.
Latest Stories