અંકલેશ્વર : ઓફિસર્સ ક્લબ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક-અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ONGC ટાઉનશીપ સ્થિત ઓફિસર્સ ક્લબ ખાતે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેની વિશેષ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઓફિસર્સ ક્લબ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ONGC અંકલેશ્વર એસેટ અને ટીમ સેવા તેમજ કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક-અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે તેમજ રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવાના હેતુથી અંકલેશ્વર ONGC એસેટ અને ટીમ સેવા તેમજ કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક-અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ONGC ટાઉનશીપ સ્થિત ઓફિસર્સ ક્લબ ખાતે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેની વિશેષ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આમ તો રક્તદાન કરવું હૃદય માટે ફાયદારૂપ છે. રક્તદાન કરવાથી નવા રક્તકણોનું ઉત્પાદન વધુ થાય છે. વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે રક્તની તાતી જરૂરિયાત વર્તાય છેત્યારે આજરોજ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

જેમાં 200 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. એકત્ર કરાયેલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ONGCના મેડિકલ સર્વિસીસ વિભાગ, ONGC મજદૂર સંઘ (બી.એમ.એસ.)ઓફિસર એસોસિએશન, (એસ્ટો) OBC એન્ડ MOBC, વુમન ડેવલપમેન્ટ ફોરમ અને ONGC ઓફિસર્સ મહિલા સમિતિના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ સફળ બન્યો હતો.

આ પ્રસંગે ટીમ સેવાના ચેરમેન દિનેશ વસાવા, GGM દિનેશ અગ્રવાલકુમારપાળ ગાંધી બ્લડ બેન્ક-અંકલેશ્વરના જોઈન્ટ સેક્રેટરી તુષાર અંકલેશ્વરીયાઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. આશુતોષ દેવવર્માએક્સ પ્રેસિડેન્ટ અંજલિ ગોખલે સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ તેમજ ONGC પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

#અંકલેશ્વર #ઓફિસર્સ ક્લબ #બ્લડ ડોનેશન કેમ્પ #બ્લડ ડોનેશન
Here are a few more articles:
Read the Next Article