New Update
/connect-gujarat/media/media_files/2025/09/15/screenshot_2025-09-15-07-18-44-54_92460851df6f172a4592fca41cc2d2e6-2025-09-15-10-53-13.jpg)
ગતરોજ વહેલી સવારે પાનોલી GIDC વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.
કંપનીની ટોલવીન ટેન્કમાં અચાનક આગ ફાટી નીકળતા પળવારમાં સમગ્ર કંપની તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી.
દસથી વધુ ફાયર ફાઇટર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અડધા ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. પરંતુ રાત્રિના સમયે ટેન્કમાં બાકી રહેલા મટીરિયલને કારણે ફરીવાર આગ ફાટી નીકળતા ફરી ગભરાટનો માહોલ સર્જાયો હતો.આગની ભયજનક સ્થિતિને કારણે આસપાસના રહીશો પોતાના ઘરોમાંથી બહાર આવી સલામત સ્થળે ખસી ગયા હતા. સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીના સત્તાધીશો માટે આગાહી રૂપે સતત ફાયર ટેન્ડર સ્ટેન્ડબાય રાખવાના આદેશ આપ્યા છે.
Latest Stories