Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : જીઆઇડીસીમાં આવેલ યુપીએલ કંપનીના યુનિટ 1માં આગનો બનાવ, 5થી વધુ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે

ભરુચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ યુપીએલ કંપનીના યુનિટ એકમાં કોઈક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.

X

ભરુચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ યુપીએલ કંપનીના યુનિટ એકમાં કોઈક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 મા આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. યુનિટ 1ના પ્લાન્ટમાં ધુમાડાના ગોટેગોટા ઊડી ગયા હતા. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી. સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક UPL કંપનીમાં ઇમરજન્સી સાયરનો ગુંજવા લાગી હતી અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે 5 જેટલા કામદારો દાઝ્યા હતા જેમને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પણ ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને બુઝાવવા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોચ્યા હતા. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

Next Story