/connect-gujarat/media/post_banners/258c7f38738f5ee11496f69612b5d01a76370d7de9ea399ca288c5ca7096d490.webp)
વલસાડના પે પાર્કિંગમાંથી લક્ઝરી બસ ઉઠાવી ભરૂચ તરફ ભાગતા ગઠિયાને અંકલેશ્વર શહેર ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓએ અંકલેશ્વર પાસે આંતરી ઝડપી પાડ્યો હતો.
આજરોજ સવારે વલસાડના એક પે પાર્કિંગમાં પાર્ક કરાયેલ કંપનીની વર્દીની લક્ઝરી બસ ને એક ગઠિયાએ ચોરી કરી ભરૂચ તરફ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો છે તેવા વાયરલેસ મેસેજ વહેતા થતા અંકલેશ્વર શહેર ટ્રાફિક પીએસઆઇ ઉમેશ પારેખ કે જેઓ અંકલેશ્વર નજીક હાઇવે પર પેટ્રોલિંગ ઉપર હતા તેઓએ પાનોલી પહોંચી જઈ વોચ રાખી હતી દરમ્યાન વલસાડ તરફથી આવી રહેલી સુચિત લક્ઝરી બસ (નં. ડીડી.૦૩-આર.૯૬૯૩)પસાર થતા તેનો પીછો કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ તેમના કોન્સ્ટેબલ અરવિંદસિંહ તેમજ ભદ્રેશસિંહને જાણ કરતા તેઓએ અંકલેશ્વર નજીક આમલાખાડી બ્રિજ પાસે ટ્રાફિક જામ કરી બસ ને આંતરી લીધી હતી.પોલીસે ગઠિયા કીર્તિ ઈશ્વર ગામીત રહે.વ્યારાની અટકાયત કરી વલસાડ પોલીસને જાણ કરી હતી.ઝડપાયેલ ગઠિયો નશા કરેલી હાલતમાં વલસાડ થી બસ લઇ ભાગ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ.