Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : દશેરા પર્વ નિમિત્તે ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા જ્વારાનું વિસર્જન કરાયું…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા પાવન સલીલા માઁ નર્મદાના નીરમાં જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

X

દશેરા પર્વ નિમિત્તે અનેક સમાજ દ્વારા જ્વારાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા પાવન સલીલા માઁ નર્મદાના નીરમાં જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળે નવરાત્રી મહોત્સવને લઈને માતાજી અને જ્વારાની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં 9 દિવસ સુધીમાં જગદંબાની પૂજા-અર્ચના કરી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સમાજ તેમજ મંડળો દ્વારા માતાજીની સ્થાપના કરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 નવ દિવસ સુધી ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની મજા માણી હતી. અંકલેશ્વર શહેરમાં વસતા ભાલીયા કોળી પટેલ સમાજ દ્વારા માતાજીની પ્રતિમા સાથે જ્વારાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, ત્યારે આજરોજ દશેરાના દિવસે અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં જ્વારાની શોભાયાત્રાઓ નીકળી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા અંકલેશ્વર છેડે પાવન સલીલા માઁ નર્મદા મૈયાના કિનારે પહોચી હતી, જ્યાં જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખૂબ મોટી માત્રામાં સમાજના આગેવાનો સહિતના લોકો એકત્ર થઈ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

Next Story