અંકલેશ્વર: ONGC ઓવરબ્રિજ પર પડ્યો ભુવો, બ્રિજની કામગીરી સામે અનેક સવાલ

ઓ.એન.જી.સી.ઓવરબ્રિજને દોઢ વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ ચોમાસામાં જ બ્રિજ પર ગાબડું પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

New Update
અંકલેશ્વરમાં આવેલો છે ONGC ઓવરબ્રિજ
મહત્વના ઓવરબ્રિજ પર પડ્યો ભુવો
બ્રિજની કામગીરી સામે અનેક સવાલ
ગતરોજ બ્રિજની પ્રોટેક્શન વોલમાં પડી હતી તિરાડ
ચાલુ વરસાદમાં કરવામાં આવ્યું હતું સમારકામ
અંકલેશ્વર શહેરથી જીઆઇડીસી ને જોડતા મહત્વના ઓ.એન.જી.સી. ઓવરબ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ભુવો પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. અંકલેશ્વરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદી માહોલમાં અંકલેશ્વર શહેરથી જીઆઇડીસીને જોડતા મહત્વના ઓ.એન.જી.સી. ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે..
ઓ.એન.જી.સી.ઓવરબ્રિજને દોઢ વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પ્રથમ ચોમાસામાં જ બ્રિજ પર ગાબડું પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. કામની ગુણવત્તાને લઈને ભ્રષ્ટાચાર આચરાયો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ બ્રિજની પ્રોટેક્શન વોલનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. પ્રોટેક્શન વોલમાં ગાબડું પડતા ચાલુ વરસાદે સમારકામ કરી તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું બહાર આવ્યું હતું..
Latest Stories