ભરૂચ: અંકલેશ્વરમાં તંત્રએ માર્ગની કામગીરીમાં વેઠ ઉતારી હોવાના યુથ કોંગ્રેસના આક્ષેપ
આજુ બાજુની માટીને ખાડામાં પૂરીને લાલી લિપસ્ટિક કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના શરીફ કાનૂગાએ કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો
આજુ બાજુની માટીને ખાડામાં પૂરીને લાલી લિપસ્ટિક કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના શરીફ કાનૂગાએ કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો
શ્રી બાબા રામદેવ મિત્ર મંડળના ૧૮ વર્ષ પૂર્ણ થતા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોક ગાયક કાન્તિલાલ રાજપુરોહિત સહીત વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી
ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો
અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું
ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો મટફી ફોડ સહિતના કાર્યક્રમમાં જોડાયા
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શ્યામ એન્ટરપ્રાઇઝ કરશન ગોવિંદભાઇ રંગપરા ગોડાઉન પર દરોડા પડ્યા હતા,અને LCBના દરોડામાં ટ્રકમાંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાઈ ગયું હતું.
સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 6 જુગારીઓની ધરપકડ કરી 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.