New Update
અંકલેશ્વરની જીનવાલા સ્કૂલથી શ્યામનગર ચર્ચનાકા સુધીના રસ્તાને 2 મહિના સુધી વાહનવ્યવહાર માટે બંધ કરવા સાથે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું અંકલેશ્વરની જીનવાલા સ્કૂલથી શ્યામનગર ચર્ચનાકા સુધીના રોડને બંધ કરવા સાથે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
બે મહિના સુધી માર્ગના નવીનીકરણની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે જેને કારણે રસ્તો બંધ રહેવાનો હોવાથી વાહનચાલકોએ પિરામણ ગામના રોડ પરથી પિરામણ તરફ આવતા વાહન ચાલકોએ શ્યામ નગર ચર્ચ નાકા ચોકડીથી જીનવાલા હાઈસ્કુલ પીરામણ નાકા તરફ જવાનું રહેશે તો જીનવાલા હાઈસ્કૂલથી પિરામણ નાકાથી શ્યામ નગર ચર્ચ જકાતનાકા ચોકડીથી પિરામણ ગામ તરફ જવા માટે ત્રણ રસ્તા એપીએમસી શાક માર્કેટથી અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી શ્યામ નગર ચર્ચા કે ચોકડી તરફ વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે.
ડાયવર્ઝન રૂટ ઉપર દિવસ દરમિયાન ભારે વાહનો પ્રવેશ નહીં કરવા તેમજ ભારે વાહનોને રાત્રીના 11 વાગ્યાથી બીજા દિવસે સવારના 5 વાગ્યા સુધી પ્રવેશ આપવા અને તમામ રસ્તાઓ પર ચાલતા માલવાહક સિવાયના નાના વાહનોનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.આ જાહેરનામાનાં આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે પગલાં ભરવામાં આવશે.
Latest Stories