/connect-gujarat/media/post_banners/83308bd5f5a5f71ca752ece8d0305613d4e95b7e2dd5553b89f012855bc068cb.webp)
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરના વતની અને બોક્સિંગ ચેમ્પિયને મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતે આયોજિત બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતે ગત તારીખ 28 ઓક્ટોબરના રોજ યોજાયેલ સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપ લોકર રૂમ સિરીઝ-6માં ગુજરાતનો મુકાબલો મહારાષ્ટ્ર સાથે થયો હતો. જેની ફાઇનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના અંકલેશ્વરના ધ્રુવ સોલંકીએ મહારાષ્ટ્રના અંગત સિંહને પછાડી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વિજયી થયા હતા. જેમાં એમના કોચ મિનેષ સોલંકીએ એમને આ ચેમ્પિયનશીપ માટે તૈયારીઓ કરાવી હતી. ધ્રુવ સોલંકી ગુજરાતના અંકલેશ્વરના નિવાસી છે, અને તેઓ આ રમતમાં વિજયી થઈને એમણે ગુજરાત તથા અંક્લેશ્વરનું નામ રોશન કર્યું છે. એમની આ સિદ્ધિ બદલ સમગ્ર બોક્સિંગ ચાહકો તથા તેમના મિત્ર મંડળ અને પરિવારજનો તથા અંકલેશ્વરમાં ખુશીની લહેર ફરી વળી હતી.