Connect Gujarat
ગુજરાત

ભાવનગર મહાનગરપાલિકાના કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ વધશે..!

મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ શાસકો દ્વારા કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ નાખવામાં આવ્યું છે.

X

ભાવનગર મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ શાસકો દ્વારા કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ નાખવામાં આવ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ 2023-24ની છેલ્લી સાધારણ સભા યોજાય હતી. આ સાધારણ સભામાં ભાવનગરના લાખો કરદાતા પર વધારાનો કરનો બોજ નાખવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ 2024-25 માટે મિલ્કત-વેરાના કાર્પેટ એરીયા કર-પદ્ધતિના બેઝીક દરો રીવાઈઝ કરવાની મંજૂરી આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો, અને 8.33 ટકાનો વધારો કરદાતાઓ પર નાખવામાં આવ્યો છે.

જોકે, આ મુદ્દે વિરોધ પક્ષે સામાન્ય સભામાં વધારાના કરને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં શાસક પક્ષોની બહુમતીને લઈને કરમાં વધારો ઝિકવામાં આવ્યો છે, જ્યારે વિરોધ પક્ષે શાસક પક્ષ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ભાવનગર જિલ્લામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સૌથી વધુ કર ઉઘરાવવામાં આવે છે, ત્યારે તેની સામે પ્રજાને જે સુખ સુવિધા આપવી જોઈએ તેમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી. ભાવનગર શહેરની જનતા સૌથી વધારે ટેક્સ ભરવા છતાં પણ અનેક પાયાની સુવિધા સામે જઝૂમી રહી છે. જેને લઈને આવનારા સમયમાં કર વધારાને લઈને ઉગ્ર વિરોધ કરવાની કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story