/connect-gujarat/media/post_banners/f85e50d7b727ca9013fdfa95da7e697c9a7759b628ebc15fd7f6a5f89536e874.jpg)
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મહાદેવપુર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં જીલેટિન અને ડિટોનેટર વડે બ્લાસ્ટ કરી માછલાં મારતા 4 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મહાદેવપુર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ગેરકાયદેસર બ્લાસ્ટ કરી માછીમારી કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ધનસુરા પોલીસને બાતમી હતી કે, મહાદેવપુરા પાસે કોઈ ઈસમો ગેરકાયદેસર રીતે મેશ્વો નદીમાં બ્લાસ્ટ કરીને માછલાં મારી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા વડગામના 4 શખ્સો મેશ્વો નદીમાં ગેરકાયદેસર બ્લાસ્ટ કરી માછીમારી કરી રહ્યા હતા, ત્યારે પોલીસે ચારેય શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલિસે તેઓ પાસેથી 7 નંગ જીલેટિન ટોટા, 3 નંગ ડિટોનેટર કેપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ એક્સ્પ્લોઝિવ એક્ટ હેઠળ ગુન્હો નોંધી 4 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.