New Update
અરવલ્લી જિલ્લામાં સુનસર નજીક ડુંગર પરથી વહેતો ધોધ જીવંત થયો છે ત્યારે આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. ચોમાસાના ઋતુમાં મેઘ મહેર થતાં ગુજરાતનાં વિવિધ જંગલો અને પહાડી પ્રદેશોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. પ્રવાસીઓ પ્રકૃતિને માણવા રાજ્યના જુદા-જુદા વિસ્તારોનાં ઝરણાં અને ધોધ પર પહોંચી રહ્યા છે.
ત્યારે અરવલ્લીના ભિલોડા પાસે આવેલા સુનસર ગામે મીની કાશ્મીર તરીકે ઓળખાતો ધોધ જીવંત થયો છે. જેના મનમોહક દૃશ્યો સામે આવ્યા છે.દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો નજારો માણવા માટે ઉમટી પડતા હોય છે. ધરતી માતાના મંદિર નજીક વહેતા ધોધનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે.