Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોડાસા માર્કેટ યાર્ડમાં મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લહેર....

માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક શરુ થઈ છે. તો બીજી બાજુ શરૂઆતના તબક્કામાં ખેડૂતોને મગફળીના ભાવો પણ સારા મળી રહયા છે

X

મોડાસા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની હરાજીનો પ્રારંભ

મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ

પ્રતિ 20 કિલોએ મળ્યા 1500 થી 1700 રૂપિયા

અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની હરાજીમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝનમાં સૌથી વધુ 60 હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. વાવેતર બાદ પાક તૈયાર થતા ખેડૂતો હાલ મગફળીનો પાક લઇ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી પહોચ્યા છે..

માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક શરુ થઈ છે. તો બીજી બાજુ શરૂઆતના તબક્કામાં ખેડૂતોને મગફળીના ભાવો પણ સારા મળી રહયા છે. સરકારે ટેકાનો ભાવ 1200 રૂપિયા પ્રતિ 20 કિલો રાખ્યો છે તેની સામે ખેડૂતોને માર્કેટમાં હાલ 1500 થી 1700 રૂપિયા પ્રતિ 20 કિલોના મળી રહયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..

તો બીજી તરફ જિલ્લામાં સારો વરસાદ અને અનુકૂળ વાતાવરણને પગલે મગફળીના પાકનું ઉત્પાદન સારું થતા ખેડૂતો મગફળી લઇ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવતા હાલ માર્કેટમાં રોજની 700 થી 800 બોરી મગફળીની અવાક ચાલુ થઇ છે, જેની સામે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહયા છે, જેથી ખેડૂતો હોંશે હોંશે પોતાની જણસ માર્કેટમાં વેચવા આવી રહયા છે..

Next Story