અરવલ્લી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ આર્ટ્સ કોલેજ ખાતે હોબાળો મચાવ્યો ,જુઓ શું હતો મામલો

અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ આર્ટ્સ કોલેજ ખાતે હોબાળો મચાવ્યો હતો.

New Update
અરવલ્લી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ આર્ટ્સ કોલેજ ખાતે હોબાળો મચાવ્યો ,જુઓ શું હતો મામલો

અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ આર્ટ્સ કોલેજ ખાતે હોબાળો મચાવ્યો હતો.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ ઓ.એમ.આર્ટ્સ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ ભારે હોબાળો મચાવતા કોલેજમાં આવતા વિદ્યાર્થીઓમાં કૂતુહલ સર્જાયું હતું.હોબાળો એટલી હદે વકર્યો કે, સામ-સામે ઉગ્ર શાબ્દિક યુદ્ધ સર્જાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો કોઈ કાર્યક્રમ હોઈ, હોલ માટે પૂછપરછ કરવા ગયા હતા, ત્યારે પહેલા યોજાયેલા કાર્યક્રમ સમયે ભાડૂ ન ચુકવ્યું હોવાને લઈને વાતચીત થઈ હતી, જોકે વાતચીતમાં મામલો ગરમાયો અને વિદ્યાર્થી પરિષદે આક્ષેપ કર્યો કે, કેમ્પસ ક્લાર્કએ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ધમકી આપી હતી.જેને લઇને મામલો વધારે બિચક્યો હતો ત્યારબાદ મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો દોડી આવ્યા હતા અને માફીપત્રની માંગ સાથે મંડળ સાથે ચર્ચા કરી હતી.

Latest Stories