/connect-gujarat/media/post_banners/b9a286c9dfd6bf2f36722c25fbf1e7fe3cc3ce0e7287dd3913b9510c988cc5ef.jpg)
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયાની ભવ્યશોભા યાત્રા યોજાય હતી. બાબા રામદેવ પ્રચાર સમિતી અને ભક્ત સંગમના સંયુક્ત ઉપક્રમે શામળાજી ખાતે આવેલા મેશ્વો નદીના પટમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રણુજાથી રામદેવ ઉપાસક આનંદસિંઘ તોમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રામદેવ ઉપાસક આનંદસિંઘ તોમરનું આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નદીના પટથી નિકળેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામદેવ ઉપાસકો જોડાયા હતા. શ્રી મનુદાસજીની આગેવાનીમાં રામદેવજીના ભજન કિર્તન સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.