અરવલ્લી: માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળામાં ઓરડામાંથી પોપડા ખર્યા

માલપુરની ફતેપુરા પ્રાથમિક શાળામાં ઓરડામાંથી ચાલુ ક્લાસમાં ઓરડાની છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે,આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો

New Update
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ
વરસાદી માહોલ વચ્ચે ફતેપુરા પ્રાથમિક શાળાનો બનાવ
શાળાના જર્જરિત મકાનમાં ઓરડાના પોપડા ખર્યા
બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા
શાળાનું સમારકામ કરાવવામાં આવે એવી માંગ
 
અરવલ્લી જિલ્લામાં વરસાદ ભારે વરસાદ વચ્ચે માલપુર તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં ઓરડામાંથી પોપડા પડતા બાળકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ ના તાયફા જોયા હશે,માત્ર ફોટા પડાવી સસ્તી પ્રસિદ્ધિ અને સરકારને સારી કામગીરી બતાવતા તંત્રના અધિકારી ઓ આ દ્રશ્યો જુવો..
આ દ્રશ્યો માલપુર તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના છે, આ શાળાના જર્જરિત ઓરડામાં જીવના જોખમે બેસી અભ્યાસ કરતા બાળકો જોખમમાં મુકાયા છે, ગતરોજ ચાલુ ક્લાસમાં ઓરડાની છતના પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે,આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો ક્યારે જ્યોર્જરી શાળાનું સમારકામ કરાવવામાં આવે અથવા શાળા અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
#Connect Gujarat #Arvalli News #માલપુર #ફતેપુરા પ્રાથમિક શાળા #Fatepura Primary School
Here are a few more articles:
Read the Next Article