Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: પ્રવાસી શિક્ષકની ભરતીમાં ટાટ પાસ ઉમેદવારને અગ્રીમતા આપવાની માંગ,ઉમેદવારો દ્વારા યોજાયુ પ્રદર્શન

ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં હજુ પણ કેટલીક શાળાઓ છે જે માત્ર આચાર્ય અને પ્રવાસી શિક્ષકથી જ શાળાઓ કાર્યરત છે

X

અરવલ્લીમાં જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી સરકારી ભરતીની માંગ સાથે પ્રવાસી શિક્ષકની ભરતીમાં ટાટ પાસ ઉમેદવારને અગ્રીમતા આપવાની માંગ સાથે ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં હજુ પણ કેટલીક શાળાઓ છે જે માત્ર આચાર્ય અને પ્રવાસી શિક્ષકથી જ શાળાઓ કાર્યરત છે ત્યારે આવા કિસ્સામાં આજે પણ પ્રવાસી શિક્ષકોએ પોતાના પગારની પરવાહ કર્યા વગર વિદ્યાર્થીઓના હિત માટે આજે પણ તેઓ શિક્ષણકાર્ય આપી રહ્યા છે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા જે નવી શિક્ષણનીતિ અમલમાં કરવામાં આવી આજે સરકાર નવી શિક્ષણનીતિ અનુસાર ભરતી કરવા વિચારણા કરી રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે નવી શિક્ષણનીતિ પહેલા જે ટાટ પાસ ઉમેદવારો છે તેમનું શું તેઓની માર્કશીટ આજે એક પસ્તી સમાન ગણાય છે કારણકે એ સમયના એવા કેટલાય ઉમેદવારો છે જેમને 120 થી પણ વધુ ગુણ આવ્યા છે ત્યારે આ નવી શિક્ષણ નીતિની અંદર શિક્ષક પ્રવાસી શિક્ષક,અને જ્ઞાન સહકાયની ભરતીમાં જે પહેલા ટાટ પાસ ઉમેદવારો હતા તેમનું પણ સમાવેશ કરવામાં આવે અને કોઈપણ ટાટ પાસ ઉમેદવાર ભરતીથી વંચિત ન રહે તે બાબતે સરકારે યોગ્ય વિચારવું જોઈએ એવી માંગ કરવામાં આવી છે

Next Story