-
મોડાસા કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું સુંદર આયોજન
-
ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાય
-
પ્રાંત અધિકારી દેવેન્દ્રકુમાર મીણાએ કરાવ્યો સ્પર્ધાનો પ્રારંભ
-
સ્પર્ધામાં વિવિધ તાલુકામાંથી ખેલાડીઓએ આવી ભાગ લીધો
-
જિલ્લા રમત-ગમત અધિકારી સહિત આમંત્રિતોની ઉપસ્થિતિ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાની મોડાસા કોલેજ કેમ્પસ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનો ડે. કલેક્ટર દેવેન્દ્રકુમાર મીણાએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિવિધ તાલુકામાંથી કરાટેના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા.
જેમનો જુસ્સો વધારવા ડે.કલેક્ટરે રમતનું મહત્વ સમાજાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, 2036માં યોજાનારી ઓલિમ્પિકમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે અને તેમાં અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ પણ જોડાય તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેઓએ રમત સાથે કેવી રીતે પોતાની IAS બનવા સુધીની સફર કરી તે અંગે પણ ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.