/connect-gujarat/media/post_banners/1c9683930ba8090e832423478c3c04dbfbaa95ed68cb71688f19ac4b0d3166ea.jpg)
અરવલ્લીના મોડાસાના ગામની દયનીય હાલત
આઝાદીના આટલા વર્ષો બાદ પણ નથી પાકો રસ્તો
સ્થાનિકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી
અરાવલી જિલ્લાના મોડાસા તાલુકાનાં અણદાપુર ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાકો રસ્તો ન હોવાના કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે
અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારો વર્તમાન ટેક્નોલોજીના યુગમા આજે પણ પાયાની સુવિધા ઝંખી રહ્યા છે જેની સાબિતીરૂપ મોડાસા તાલુકાના અણદાપુર ગામમાં, આઝાદીના દાયકાઓ વીતવા છતાં પાકો રસ્તો ન હોવાને લઇ ગ્રામજનો વર્ષોથી પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.ગ્રામજનોની તંત્રમાં અનેકવાર રજુઆત છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી.અધિકારીઓ ગામમાં આવે છે અને કહે છે કે થઈ જશે પરંતુ અત્યારસુધી પાકો રસ્તો ગામમાં ન બન્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.ગામના બાળકોએ ભણવું છે પરંતુ ગામમાં પાકો રસ્તો ન હોવાના અભાવે બાળકો સ્કુલ સુધી જઈ શકતા નથી તેવું બાળકો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે