અરવલ્લી : ડ્રેગન ફ્રુટની ખેતીથી ખેડૂતે કરી કરોડોની કમાણી, દેશભરમાં કમલમ ફ્રૂટનું ધૂમ વેચાણ

જિલ્લાના પ્રગતિશીલ ખેડુત શ્રીકાંતભાઈ ડ્રેગનફ્રૂટની ખેતી કરીને ત્રણ વર્ષમાં દોઢ કરોડ રૂપિયા કમાયા છે. તેમના આ સાહસમાં સરકારનો પણ સાથ છે.

New Update
અરવલ્લી : ડ્રેગન ફ્રુટની ખેતીથી ખેડૂતે કરી કરોડોની કમાણી, દેશભરમાં કમલમ ફ્રૂટનું ધૂમ વેચાણ

અરવલ્લી જિલ્લાના પ્રગતિશીલ ખેડુત શ્રીકાંતભાઈ ડ્રેગનફ્રૂટની ખેતી કરીને ત્રણ વર્ષમાં દોઢ કરોડ રૂપિયા કમાયા છે. તેમના આ સાહસમાં સરકારનો પણ સાથ છે.

જે ખેતરનો નજારો જોઈ રહ્યાં છો તે છે બાયડના ખેડૂત શ્રીકાંતભાઈનું ખેતર છે. શ્રીકાંતભાઈએ ખેતીમાં નવું સાહસ કરી ડ્રેગન ફ્રુટ નું વાવેતર કર્યું અને પરિણામે તે ત્રણ વર્ષમાં દોઢ કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી ચુક્યા છે. આ ખેડૂતે ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રેગન ફ્રુટનું ઓનલાઈન વેચાણ પણ કરી રહ્યા છે. આ સાહસ થી માત્ર શ્રીકાંતભાઈ સમૃદ્ધ થયા નથી, પણ 25થી વધુ શ્રમિકોને પણ રોજગારી આપી છે. ડ્રેગન ફ્રુટની ખેતી કરવાથી બીજા મજુરોને પણ રોજગારી મળતી હોય છે, 25 થી 30 મજુરોને રોજગારી આપી રહ્યા છે. આ પ્રગતિશીલ ખેડુત ડ્રેગનફ્રુટની ખેતી પણ કરી અને નર્સરી પણ વિકસાવી છે. હાલ તેમની નર્સરીના રોપા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કાશ્મીર જેવા રાજ્યોમાં વેચાય છે. આમ સ્થાનિક સ્તરે ખેત પ્રયોગનું બજાર રાષ્ટ્રીય છે. શ્રીકાંતભાઈ કહે છે કે, ડ્રેગન ફ્રુટની કમલો તૈયાર કરી પુરા ભારતમાં સપ્લાય કરીએ છીએ. અમે દરેક પ્રકારના ડ્રેગન ફ્રુટના પ્લાન્ટ સપ્લાય કરીએ છીએ.

સરકારની યોજના હેઠળ 6.5 લાખ રૂપિયાની સબસીડી પણ મળી છે. ગુજરાતમાં શ્રીકાંતભાઈ જેવા અનેક ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગો કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે અને ગુજરાતની કૃષિ ચિત્ર બદલી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.