Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોનું તંત્રને આવેદન...

મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

X

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

અરવલ્લી જિલ્લામાં રવી સીઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ હાલ પાકને પાણી પિયતની જરૂરિયાત વખતે વીજ વિભાગ દ્વારા રાત્રી સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતોને રાત્રીના ઉજાગરા, કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબુર બનવું પડી રહ્યું છે. તો બીજી તરફ, રાત્રીના સમયે જંગલી જાનવરોનો પણ ભય હોય છે, જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. જેના કારણે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

જોકે, રાત્રી વીજ પુરવઠાથી પરેશાની સમગ્ર જિલ્લાના ખેડૂતો ભોગવી રહ્યા છે, ત્યારે આજે મોડાસા તાલુકાના સરડોઇ, ટિંટિસર સજાપુર સહીત 10 ગામોના 200થી વધુ ખેડૂતોએ એકત્ર થઇ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મોડાસા તાલુકાના આ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રી સમયે દીપડા જેવા માનવભક્ષી પ્રાણીઓ ફરતા હોય છે, અત્યાર સુધીમાં અનેક પશુઓનું પણ મારણ કર્યું છે, ત્યારે લોકો ભયના ઓથાર નીચે રાત્રી સમયે ખેતરોમાં જતા ડરી રહ્યા છે, તેવામાં રાત્રી સમયે અપાતો વીજ પુરવઠો જોખમી બની રહ્યો હોવાનો ખેડૂતોમાં વસવસો છે.

Next Story