અરવલ્લી : છેલ્લા 3 વર્ષથી કેશરપુરા પ્રા.શાળાની મહિલા શિક્ષિકા ગેર’હાજર, બાળકોના શિક્ષણ પર ગંભીર અસર..!

મેઘરજ તાલુકાની કેશરપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 3 વર્ષથી મહિલા શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોના શિક્ષણ પર ગંભીર અસરના પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

New Update
અરવલ્લી : છેલ્લા 3 વર્ષથી કેશરપુરા પ્રા.શાળાની મહિલા શિક્ષિકા ગેર’હાજર, બાળકોના શિક્ષણ પર ગંભીર અસર..!

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની કેશરપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 3 વર્ષથી મહિલા શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોના શિક્ષણ પર ગંભીર અસરના પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની કેશરપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવતા મહિલા શિક્ષિકા અગમ્ય કારણોસર ગેરહાજર રહેતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે, ત્યારે મેઘરજ તાલુકા શિક્ષણ વિભાગે મહિલા શિક્ષિકાને નોટિસ આપી હોવા છતાં શાળામાં હાજર નહીં થતા ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ સાથે જ અન્ય શિક્ષક ફાળવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

મેઘરજની કેશરપુરા પ્રાથમિક શાળામાં ધો.1થી 5 સુધી અભ્યાસ ચાલી રહ્યો છે. આ શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા 2 શિક્ષકની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવતા શર્મિષ્ઠા પટેલ છેલ્લા 3 વર્ષથી ગેરહાજર રહેતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઇ રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણને માઠી અસર પહોંચતા એસએમસી કમિટી અને ગ્રામજનોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. સતત ગેરહાજર રહેતા શિક્ષિકાના બદલે અન્ય શિક્ષક ફાળવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે, ત્યારે તાલુકા શિક્ષણ વિભાગની નોટિસને પણ અવગણી ગેરહાજર રહેતા શિક્ષિકા ઘોળીને પી ગયા હોય તેમ શિક્ષણ વિભાગ પણ લાચારી અનુભવી રહ્યું હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું.

Latest Stories