Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: ભિલોડા તાલુકાના અસાલ ગામે બાળકો મંદિરમાં ભણવા મજબૂર,જુઓ શું છે કારણ

માત્ર વીસ વર્ષની અંદર આંગણવાડીનું મકાન જર્જરિત થઈ જતાં બાળકો મંદિરમાં બેસી ભણવા મજબૂર બન્યા

X

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં માત્ર વીસ વર્ષની અંદર આંગણવાડીનું મકાન જર્જરિત થઈ જતાં બાળકો મંદિરમાં બેસી ભણવા મજબૂર બન્યા છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અસાલ ગામે વર્ષ 2006-07 માં નિર્માણ થયેલી આંગણવાડી માત્ર 20 વર્ષમાં જ જર્જરિત બની ગઈ છે, જેને લઇને બાળકોને ભગવાનની શરણે બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે.

ભિલોડા તાલુકાની વાંદિયોલ ગૃપ ગ્રામ પંચાયતમાં કુલ ત્રણ આંગણવાડી હાલ ભાડાના મકાનમાં ચાલે છે, અહીં ત્રણ આંગણવાડી જર્જરિત થતાં બે આંગણવાડીઓને ભાડાના મકાનમાં ચલાવાય છે તો અન્ય અસાલ ગામની આંગણવાડીના બાળકોને મંદિરમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે, જેને લઇને હવે ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર પાસે બે હાથ જોડી નવીન આંગણવાડી મંજૂર થાય તે માટે પ્રાર્થના કરી છે.

Next Story